Select your Language: हिन्दी
Gujarat

વડોદરા શહેરમાં ઘરફોડ/વાહન ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી પોલીસ:

શ્રોત: Ihrc news 24×7 Mohib bureau chief vadodara

વડોદરા શહેરમાં અલગ અલગ ઘરફોડ ચોરીઓના કોગ્નીઝેબલ ગુન્હાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના શ્રી CP શ્રી આર.બી. બ્રહ્મભટ્ટ સાહેબ તથા Add.CP શ્રી ચિરાગ કોરડીયા સાહેબના તરફથી મળેલ હોય, ક્રાઇમ બ્રાન્ચના ACP શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ તેમજ ACP શ્રી ડી. એસ. ચૌહાણ ના ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જે.પટેલ તથા શ્રી એ.બી.જાડેજા નાઓને દોરવણી હેઠળ પેરોલ ફર્લો સ્કોડ પો.સ.ઇ. કે. જે.વસાવા તથા તેઓની સાથેના સ્ટાફના માણસોએ સયાજીગંજ,કારેલીબાગ, ગોધરા તેમજ હાલોલ પોલીસ સ્ટેશન મિલકત સબંધી ઘરફોડ વાહન ચોરીના ગુન્હામાં વોન્ટેડ અને રીઢો ઘરફોડીયો નામે રાજા સિંગ માધુ સિંગ ટાંક (સિકલીગર) ને આજરોજ મીરા ચાર રસ્તાથી અર્બન હેલ્થ સેન્ટર તરફ જવાના રસ્તે થી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જ મળી આવેલ આરોપી નું નામ સરનામું

રાજાસિંહ માધુસિંગ ટાંક ( સીકલીગર ) રહેવાસી- ૨૮૦ સવાદ કવાટર્સ સંગમ હરણી રોડ વડોદરા શહેર મુળ રહેવાસી- ડેસર ગામ સરપંચ ફળિયુ ભાથીજી મંદિર સામે તા.સાવલી જી. વડોદરા

જે પકડાયેલા આરોપી વિરૂધ્ધ નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે.

1. સયાજીગંજ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૧૧૬/ર૦૧૯ ઇ.પી.કો.કલમ-૪૫૭,૩૮૦ 2. કારેલીબાગ પોલીસ સ્ટેશન ફ ગુ.ર.નં- ૯૮/૨૦૧૯ ઇ.પી.કો.કલમ – ૩૮૦,૪૫૪,૪૫૭

૩. કારેલીબાગ પોલીસ સ્ટેશન ફ ગુ.ર.નં- ૧૦૪/૨૦૧૯ ઇ.પી.કો.કલમ- ૩૮૦,૪૫૭

4. ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ -૭૦૮/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૪૫૪,૪૫૭,૩૮૦

5. હાલોલ પોલીસ સ્ટેશન પાર્ટ-એ- પ૩૦ ઇ.પી.કો. કલમ-૩૭૯

તેમજ ઉપરોક્ત ગુન્હાઓ સિવાય આરોપી પાણીગેટ, સમાં, હરણી, કારેલીબાગ તથા હાલોલ પોલીસ સ્ટેશન ઘરફોડ-ચોરી તથા વાહન-ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલ છે.

૪ સારી કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી

પો.સ.ઇ.શ્રી કે.જે.વસાવા, એ એસ, આઇ રમેશભાઇ ભગવાનભાઇ, હે.કો જયદીપસિંહ ફતેસિંહ, હે.કો. દિપકકુમાર નારાયણરાવ, હે.કો. અમુલ ભાઇ રામાભાઇ ,પો.કો સતવીરસિંહ સોબરનસિંહ, પો.કો જગદીશ પ્રભાતભાઈ, પો.કો કનૈયાલાલ પરષોત્તમભાઇ, પો.કો નીશાંત શિવાજી.

Related Articles

Back to top button