Select your Language: हिन्दी
Gujarat

વડોદરા શહેરની SSG હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના:

ihrc 24×7 gujarat, vadodra

વડોદરા: શહેરની SSG હોસ્પિટલનાં કોરોના વોર્ડમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાનાં કોવિડ વોર્ડમાં આગ લાગવાની ઘટનાને પગલે ભાગદોડ મચી ગઇ હતી. આગનું કારણ જો કે હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ પ્રાથમિક તબક્કે સ્ક્રીનમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ ભડકી ઉઠી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ઘટના અંગે જાણ થતા ફાયર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યારે પોલીસનાં ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ઈમરજન્સી વૉર્ડ ICU-2માં આગ લાગતા નાસભાગ મચી હતી. તમામ દર્દીઓને સલામત બહાર કાઢી લેવાયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની જાણ થતા જ મેયર જીગીશા શેઠ અને કોવિડ OSD વિનોદ રાવ SSG હોસ્પિટલ પહોંચ્યા હતા. અમદાવાદ, જામનગર બાદ હવે વડોદરાની હોસ્પિટલમાં આગ લાગતા ફરી હોસ્પિટલની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે.બીજી તરફ શહેરનાં મેયર જીગીશા બહેનને પણ ઘટના અંગે માહિતી મળતા તેઓ દોડી આવ્યા હતા. તેમણે પણ ઘટના અંગે માહિતી મેળવી હતી. તમામ અસરગ્રસ્ત દર્દીઓને તુરંત જ વોર્ડની બહાર ખસેડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડીસીપી સંદીપ ચૌધરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોઇ પણ વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું પણ માહિતી મળી રહી નથી. તમામ હોસ્પિટલના સ્ટાફ, પોલીસ સ્ટાફ અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા નીચે અને પહેલા માળે ખસેડી લેવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, જામનગર અને હવે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 300 બેડની હોસ્પિટલમાં 15 વોર્ડનાં આઇસીયું વોર્ડમાં આગની ઘટના બની છે. તમામ દર્દીઓને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બિલ્ડિંગમાં કોઇ મોટી આગ નહી હોવાનું સામે આવ્યું છે. તમામ દર્દીઓની સારી રીતે સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

Related Articles

Back to top button