આદિવાસી સમન્વય મંચ ભારત દ્વારા ગુજરાતમાં ઠેરઠેર આદિવાસી અધિકાર દિવસનાં ભાગરૂપ ઉમરપાડામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો:

IHRC 24X7 GUJARAT, VANKAL KARUNESH
આદિવાસી સમન્વય મંચ ભારત દ્વારા ગુજરાતમાં ઠેરઠેર આદિવાસી અધિકાર દિવસનાં ભાગરૂપ ઉમરપાડામાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો: જય જોહર અને જય આદિવાસીના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું!
સુરત: ઉમરપાડા; ૧૩:૯:૨૦૨૦ આદિવાસી સમન્વય મંચ ભારત અને ઉમરપાડા તાલુકા આદિવાસી પંચના સહયોગ દ્વારા 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ ઉમરપાડા તાલુકાના વાડી ગામે યોજાયો આ દિવસે એક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ એક્ટ – 2019 રદ કરો એ માગણી થઈ. જંગલોના ના નામે ખાનગી કંપનીઓને જંગલો ની ફાળવણી બંધ કરવા માટે અનુસૂચિત પાંચ અને વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અનુસાર જંગલોને સંવર્ધન તથા પુનઃનિર્માણ માટે વન અધિકાર સુનિશ્ચિત કરવું જોઈએ પાર તાપી નર્મદા રિવર લિંક યોજના બંધ કરો, દેશની સૂકી નદીઓ અને પુનઃજીવિત કરો તેમજ પાણીનો સ્થાનિક પ્રશ્નોનું નિર્માણ કરો અનુસૂચિ 5 તેમજ ૭૩એ જમીન સબંધિત સશોધિત સશોધનો રદ કરો, અને આદિવાસીઓની જમીન પરત કરો દિલ્હી મુંબઈ કોરીડોર રસ્તો બંધ થવું જોઈએ ,લઘુ તેમજ ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી બેરોજગાર યુવાનોને રોજગારી આપો, રાષ્ટ્રીય ઉધાન પ્રવાસનધામ અભ્યારણના નામ એ પ્રકૃતિનો વિનાશ બંધ કરો. આદિવાસીઓની પાંચમી અનુસૂચિ ના અધિકારો સુનિશ્ચિત કરી પ્રકૃત્તિની આદિવાસી નું અસ્તિત્વ ટકાવી રાખવો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ભારત માલા જેવી યોજનાઓ રદ કરો એવી આજે અમે માગણી કરી છે અને આ જાગૃતિ અભિયાનમાં આજે હરિશ વસાવા, અજીતભાઈ, જીતુભાઈ, અનિલભાઈ, હીરાલાલભાઈ, કિરણ, મુકેશભાઈ, યોગેશભાઈ, કરણભાઈ, સ્વપ્નીલ સાથે અનેક કાર્યકરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.