Select your Language: हिन्दी
Gujarat

નર્મદા જિલ્લામાં ૧૦૦ થી વધુ નોન કનેક્ટિવિટી ધરાવતા ગામડાઓના લોકોની ઇમરજન્સી સમયે હાલત ખરાબ:

ihrc 24×7 gujarat, narmda sarjankumar

નર્મદા જિલ્લામાં ૧૦૦ થી પણ વધુ નોન કનેક્ટિવિટી ધરાવતા ગામડાઓ છે. આવા વિસ્તારોમાં ગંભીર બીમારીથી પીડાતા કે અકસ્માત નો ભોગ બનેલા લોકો નોન કનેક્ટિવિટીને લીધે કોઈ પ્રાથમિક સારવાર ન મળવાથી મોતને ભેટ્યા હોવાના કિસ્સાઓ પણ અવાર નવાર બનતા હોઈ છે. છતાં ડીઝીટલ ઇન્ડિયાના બણગા ફૂંકતી સરકાર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવા માટે કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

નર્મદા જિલ્લાના નાંદોદ,ડેડીયાપાડા,સાગબારાના જંગલના ઊંડાણના વિસ્તારમાં મોબાઈલ ટાવરની કનેક્ટિવિટી ન હોવાથી લાખો આદિવાસીઓ સરકારની યોજનાઓથી વંચિત છે.આવા વિસ્તારોમાં અકસ્માતનો ભોગ બનનાર તથા ગર્ભવતી મહિલાને કનેક્ટિવિટીના અભાવે ૧૦૮ ની જેવી ઇમરજન્સી ની સુવિધા પણ મળી શકતી નથી.સાથે સાથે મોબાઈલ વાપરતા યુવાનો હાલમાં મોબાઈલો લઈ ઊંચા પહાડો પર કે વૃક્ષો નીચે જઈ ટાવર પકડવા કલાકો મથામણ કરતા હોય તો ગુજરાત  સરકાર ની ડીઝીટલ ઇન્ડિયાની વાતો શુ ફક્ત દેખાડો જ છે? કે પછી કોઈ નક્કર પગલાં લેવાશે?

Related Articles

Back to top button