Select your Language: हिन्दी
Gujarat

દેડીયાપાડા થી સાગબારા જતાં ધોરીમાર્ગ પર આવેલ  જાનકી આશ્રમ પાસે ભેંસોની હેરાફેરી કરતા ઇસમો સહિત ૩ ટ્રક ઝડપી પાડવામાં આવી હતી:

NEWS IHRC 24X7 GUJARAT, NARMDA 

દેડીયાપાડા થી સાગબારા જતાં ધોરીમાર્ગ પર આવેલ  જાનકી આશ્રમ પાસે તથા દેડીયાપાડા જી.ઇ.બી. ઓફિસ પાસે ભેંસોની હેરાફેરી કરતા ઇસમો સહિત ૩ ટ્રક ઝડપી પાડવામાં આવી હતી: લાખોનો મુદ્દામાલ અને દુધાળા પશુઓ કરવામાં આવ્યા જપ્ત: 

નર્મદા: પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લાના  દેડીયાપાડા તાલુકા મથક થી સાગબારા જતા ધોરીમાર્ગ પર આવેલ જાનકી આશ્રમ પાસે તા ૧૬/૧૦/૨૦ ને રાત્રે ૧૧:૦૦ કલાકે ભેંસોની હેરાફેરી કરતા ઇસમો અને ટ્રક નંબર GJ-07-YY-3560 ના ચાલક દાદુભાઈ બચુભાઈ મલેક રહે.રતનપુર, તા.ઝગડીયા, જી.ભરૂચ પોતાના વાહનમાં ૮ મોટી ઉમરની ભેંસ તથા ૪ પાડીયા ભરી તથા ટ્રક નંબર GJ-16-X-9291 ના ચાલક ઈરફાન ઈબ્રાહીમ નાગોરી રહે. છીપવાડ ભરૂચ, તા,જી ભરૂચ નાઓ ૮ મોટી ઉંમરની ભેંસ તથા ૪ પાડીયા(બચ્ચા) ભરી તથા દેડીયાપાડા થી અંકલેશ્વર જતા ધોરીમાર્ગ પર તા.૧૭/૧૦/૨૦ ને સવારે ૫:૦૦ કલાકે દેડીયાપાડા જી.ઇ.બી. ઓફિસ પાસે ટ્રક નંબર GJ-07-Y-9444 ના ચાલક શબ્બીર મુસ વાડીવાલા રહે.હીંગલોટ, તા.જી.ભરૂચ નાએ પોતાના વાહનમાં ૮ મોટી ઉમરની ભેંસ તથા ૮ પાડીયા ભરી આ ત્રણ ટ્રક ચાલકોએ પોતાના કબજાની ટ્રકમાં ભેંસ તથા પાડીયા માટે ઘાસચારા અને પાણીની સગવડ નહીં રાખી, અને વાહનમાં પશુઓ દોરડા વડે ચુસ્ત રીતે બાંધી હવા ઉજાસ ન મળી રહે તે રીતે વાહનોમાં તાડપત્રી બાંધી પશુની હેરફેર (ટ્રાંસપોર્ટેશન ) ની આર.ટી.ઓ.શ્રી નો પાસ પરમીટ વગર વાહન સાથે કૂલ ટ્રક વાહન નંગ -૨ કુલ કિમત રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- તથા કુલ ભેંસ નંગ-૧૬ કિમત રૂપીયા ૩,૨૦,૦૦૦/- તથા કુલ પાડીયા નંગ-૮ કુલ કિંમત રૂપીયા ૧૬,૦૦૦/- સાથે તથા તા ૧૭/૦૯/૨૦ ના સવારે પકડેલ વાહન નંગ -૧ કુલ કિંમત રૂપીયા ૫,૦૦,૦૦૦/- તથા કુલ ભેંસ નંગ-૮ કિમત રૂપીયા ૧,૬૦,૦૦૦/- તથા ફૂલ પાડીયા નંગ-૮ કુલ કિંમત રૂપીયા ૧૬,૦૦૦- સાથે મળી આ હેરાફેરી કરતા ઇસમોને પકડી દેડીયાપાડા પી.એસ.આઇ. શ્રી.આર.આઇ.દેસાઈ સાહેબ દ્વારા કાયદેસર ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Back to top button