Select your Language: हिन्दी
Gujarat

માજી સરપંચની પોલ ખોલવાના કારણે રીપોર્ટરને અપાઇ ધમકી…..

સેલારી ગામ ના સરપંચ ફુલીબેન ભચુભાઈ રાવરીયા તેમજ તેમના પતિ ભચુભાઈ ગોવિંદભાઈ રાવરીયા સામે સેલારી ગામના જ વતની શામજી ડાયપર પરમારે તારીખ 16-7-2021 ના રોજ સેલારી ગામે એટીવીટી અંતર્ગત થયેલ જુના રામ મંદિર પાસેના પેવર બ્લોક રોડમા ભ્રષ્ટાચાર થયેલ અંગે ડી.ડી.ઓ. સાહેબની કચેરી ભુજ-કચ્છ ખાતે અરજી આપેલ હતી. તે અરજીમાં ઉલ્લેખ કરેલ કે 2019-20/2021મા‌ રૂપિયા 250000 મંજુર થયેલ છે. તેના ઠેકેદાર તરીકે હાલના સરપંચ ફુલીબેન ભચુભાઈ રાવરીયા તેમજ તેમના પતિ માજી સરપંચ ભચુભાઈ ગોવિંદ રાવરીયા છે. આ કામ તારીખ 4-7-2021 ના રોજ ચાલુ થયેલ. તેમાં અમે ગામલોકોએ ચાલુ કામે તપાસ કરતાં નીચે જે સિમેન્ટ કોંક્રેટ નું કામ કરવાનું થાય છે જે મેનેજમેન્ટ સીટ મુજબ 1:5:10 મુજબ કરવાનું હોય છે અને જે ની જાડાઈ ત્રણ ઇંચ જેટલી નિયમ મુજબ રાખવાની હોય છે. તે તપાસ કરતાં ખાલી મેટલ તે પણ એક ઇંચ જેટલી નાખેલ છે. કોઈપણ સિમેન્ટ કે રેતી મિક્સ કરવામાં આવેલ નથી. તેના ફોટા આ સાથે સામેલ છે. પેટા કોન્ટ્રાક્ટર ભરતભાઈ રહેવાસી ભુટકીયા આ પેટા કોન્ટ્રાક્ટર નિયમ મુજબ કામ કરી શકે નહીં છતાં પણ આ માથાભારી માજી સરપંચ ભચુ ગોવિંદ રાવરીયા કામમાં ભ્રષ્ટાચાર આચરી નિયમ વિરુદ્ધ કામ કરેલ છે.

ઉપર મુજબ આપેલ અરજીની તપાસ માટે મળતી માહિતી મુજબ ભચાઉ થી નરેશભાઈ અલવાણી તેમજ રાપર થી નાયબ ટીડીઓ ડાયાલાલ ચાવડા અને એન્જિનિયર હરેશભાઈ પરમાર સહિત સેલારી ગામે તારીખ 03-09-2021 ના બપોરે 12:25 મીનીટે આવેલ. સેલારી ગામ ના લોકો તેમજ માજી સરપંચ ભચુભાઈ ગોવિંદ રાવરીયા ની હાજરીમાં રોડ કામગીરીની માપણી તેમજ ચકાસણી કરવામાં આવેલ. તેમજ લેબોરેટરી ચકાસણી માટે જુના રામ મંદિરની બાજુમાંથી રોજની વચ સેન્ટરમાંથી એક લાલ રંગ નો પેવર બ્લોક તેમજ તેની નીચેથી મળી આવેલ રેતી અને નહિવત માત્રામાં મળી આવે કાંકરી આ ત્રણ વસ્તુ લેબોરેટરી માટે આવેલ અધિકારી શ્રી ઓ ત્યાંથી લઇ ગયેલ. સરકારી નિયમ મુજબ કોઈ પણ વસ્તુની લેબોરેટરી તપાસ કરવાની હોય તો તે વસ્તુ ને જગ્યા પર સીલ કરવામાં આવે છે પરંતુ આ જગ્યા પર તે કાર્ય કરવામાં આવેલ નથી. ત્યારબાદ આ તપાસ અંગે નરેશભાઈ અલવાણીને પૂછતા તે બાબત પર તેમનું નિવેદન આપવા અમારા રિપોર્ટરે તેમને કહ્યું. પરંતુ એમને જવાબ આપ્યો કે લેબોરેટરી રીપોર્ટ આવ્યા પહેલા હું તમને કોઈપણ જાતનું નિવેદન નહીં આપી શકું. આ બાબતની રીપોર્ટીંગ કરતા અમારા IHRC24X7 ન્યુઝ રાષ્ટ્રીય વિશેષ સંવાદદાતા સુરજ લુહાર ને ઓફિસ તેમજ મકાન ખાલી કરવા અંગેની સેલારી ગામના માજી સરપંચ ભચુભાઈ ગોવિંદભાઈ રાવરીયા એ ધમકી આપેલ. તેના પરથી એ સાબિત થાય છે કે આ કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે.

અગાઉ પણ સવજી ભાઈ હરિભાઈ ચૌધરી ને ગૌચર ભૂમિ પર કબજા બાબતે આપેલ નિવેદનના કારણે સેલારી ગામના માજી સરપંચ ભચુભાઈ ગોવિંદભાઈ રાવરીયા એ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આ બાબતની ફરીયાદ સવજીભાઈ એ રાપર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ.તેમજ ભચુભાઈ વેલા રાવરીયાની ઉમૈયા ગામની જમીન નામની બદલી કરીને સેલારી ગામના માજી સરપંચ ભચુભાઈ ગોવિંદભાઈ રાવરીયા ખોટા ખાતેદાર પણ બનલ છે અને એમની આવી પોલ ખોલવાના ડરને કારણે ખોટા કામ કરીને પ્રેસ રિપોર્ટર ને ખોટી ધમકી આપવાનું કામ કરે છે.

રિપોર્ટિંગ:સુરજ લોહાર

Related Articles

Back to top button