Select your Language: हिन्दी
Gujarat

ખાતરી સમિતિએ તેરા ગામની જળસંગ્રહ શક્તિ વધારવા ભલામણ કરી વિધાનસભા ખાતરી સમિતિએ ત્રિદિવસીય કચ્છ અભ્યાસ પ્રવાસ કર્યો

સરકારે આપેલી ખાતરીઓ માટેની ખાતરી સમિતિએ કચ્છ ખાતે આજે ત્રિદિવસીય મુલાકાત પુરી કરી હતી. અબડાસા તાલકુાના તેરા ગામની જળસંગ્રહ શક્તિ સંબંધે આ પ્રવાસ દરમિયાન ખાતરી સમિતિતના ચેરમેનશ્રી વલ્લભભાઈ કાકડિયા અને અન્ય સભ્યોએ કચ્છ સિંચાઇ વિભાગને તેરાગામમાં જળસંગ્રહ શક્તિ વધારવા માટેની ભલામણ કરી હતી. આ સાથે ખાતરી સમિતિએ કંડલા બંદરની પણ મલાકાત લીધી હતી . તેમણે માંડવી ખાતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા તીથૅ ,યાત્રાધામ કોટેશ્વર, નારાયણ સરોવર ,માતાનામઢની પણ મલાકાત કરી હતી.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોડા દ્વારા રૂ. ૩.૮૫ કરોડની ગ્રાન્ટથી આકાર લઈ રહેલા કોટેશ્વર મંદિર પરિસરની મુલાકાત લઈ સમિતિએ વિકાસ કામ જોયા હતા. ટ્રસ્ટી ખેંગારજી સાથે માતાના મઢ પ્રોજેક્ટ બાબતે પણ સમિતિ મુલાકાત લીધી હતી .નારાયણ સરોવર ખાતે જાગીર અધ્યક્ષા સોનલલાલ મહારાજે નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરનો ઈમતહાસ જણાવી વિકાસ માટે રજુઆત કરી હતી . સમિતિના ચેરમેન શ્રી વલ્લભભાઈ કાકડિયા અને સભ્યોએ જાગીરદાર ટ્રસ્ટ અને ગ્રામજનોની રજૂઆતો સંદર્ભે વિકાસ બાબતે ખાતરી આપીને સરકારનો સહયોગ આપવા જણાવ્યું હતું.

ભુજ તાલકુાના રેલડી ગામે આશાપુરા ફામૅ ખાતે સમિતિએ પ્રકૃતિક ખેતી બાબતે તેમજ જીવામૃત પ્લાન્ટ અંગે માહિતી મેળવી હતી. ઉલ્લખનીય છે કે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાયૅ દેવવ્રતજી પણ પ્રાકૃતિકખેતી માટે આ ફામાની મુલાકાત લઈ ચક્યા છે.ઔદ્યોગિક કાસ અને કાપડ કામગીરી અંગે સમિતિએ વેલસ્પન કંપનીની મુલાકાત લીધી હતી.

ખાતરી સમિતિના અભ્યાસ પ્રવાસમાં અને મુલાકાતમાં ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંત પંડયા, અમરાઈવાડીના ધારાસભ્યશ્રી જગિીશભાઈ પટેલ ,ધાંગધ્રાના ધારાસભ્યશ્રી પરસોત્તમભાઈ સાબરીયા મોરબીના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજા , વિસાવદર ના ધારાસભ્ય શ્રી હર્ષદકુમાર રીબડીયા ,રાજુલાના ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર અને કરજણના ધારાસભ્યશ્રી અક્ષય કુમાર પટેલ , સમિતિના સચિવ શ્રી એમ.એચ કરંગીયા, સમિતિ ઓફિસ શ્રી અરવિંદ પ્રજાપતિ લાઇઝન અધિકારી સર્વશ્રી કચ્છ સિંચાઇ વિભાગના કાર્યપાલ ઇજનેરશ્રી એચ. કે. રાઠોડ, વી.એસ. ગઢવી, એસ.વી. ગઢવી અને જળસંપત્તિ ના કાર્યપાલ ઈજનેર શ્રી પી.પી. વડા તેમજ સ્થાનિક અગ્રણી લીલાવંતી બેન પ્રજાપતિ, બહાદુરસિંહ જાડેજા, ભરત શાહ, અશ્વિન સોરઠિયા, દયાપર મામલતદાર શ્રી એન.કે. સોલંકી, વી.કે. સોલંકી, કોટેશ્વર મંદિર પુજારી પ્રકાશગીરી, ભરતભાઈ ગોસાઈ, પ્રવિણસિંહ વાઢેર, વેલસ્પન ના હેડ શ્રી ગિરીશકુમાર માથુર, દેવેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઈ પટેલ, લતાબેન લુહાર, મહેન્દ્ર ભાઈ રાઠોડ તેમજ કર્મચારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટિંગ : સુરજ લોહાર

Related Articles

Back to top button