Select your Language: हिन्दी
Gujarat

સેલારી ગામે “સેલારી યુવા મિત્ર મંડળ” દ્વારા ઉજવાયો ગણપતિ ઉત્સવ

આજે રાપર તાલુકાના સેલારી ગામે “સેલારી યુવા મિત્ર મંડળ ગણપતિ ઉત્સવ”દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પા મોરીયાના નાદ સાથે ભગવાન શિવજીના પુત્ર ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગામની નાની નાની બાળાઓ દ્વારા ગણપતિ બાપ્પાનું સામૈયુ કરવામાં આવ્યું. સેલારી ગામમાં યુવા કાર્યકર્તાઓ દ્વારા ગણેશ ભગવાનની મૂર્તિને ગામની ભાગળ થી લઈને ગાયત્રી ચોક સુધી લઈ જવામાં આવી અને ગામના તમામ લોકોએ ગણેશ ભગવાનના દર્શન કરીને લાડુ નો પ્રસાદ લીધો. સેલારી યુવા મિત્ર મંડળના લોકો તથા ગામના નાના બાળકો સહિત સવારના 08:00 વાગ્યાથી ડીજેના તાલે ગામમાં નાચતા નાચતા લક્ષ્મી માતાજી ના મંદિર ખાતે સવારના 11 વાગ્યે ગણપતિજીની સ્થાપના કરવામાં આવેલ હતી.

રિપોર્ટ : સુરજ લોહાર

Related Articles

Back to top button