Select your Language: हिन्दी
Gujarat

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી અંદાજિત 2000 કરોડની રકમનો ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો…

કચ્છના મુન્દ્રા પોર્ટમા કન્ટેનર માંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. મુન્દ્રા પોર્ટ પર DRI ની ટીમ દ્વારા ગઈ કાલે તારીખ 15/09/2021 ના રોજ આ જથ્થો પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મુન્દ્રા પોર્ટ પર પાવડરના નામે આવડી મોટી માત્રામાં ડ્રગ્સ મોકલવામાં આવી હતી. આ ડ્રગ્સનો જથ્થો ઇરાનથી મોકલવામાં આવ્યો હતો અને અહીં કચ્છમાં કઈ જગ્યાએ અને કઈ વ્યક્તિને આપવાનો હતો એ વાત હજી સુધી સામે આવી નથી પરંતુ એ વાત સાચી છે કે કચ્છની અંદર એક મોટા પ્રમાણમાં એટલે કે અંદાજે ૨૦૦૦ કરોડની રકમ જેટલો ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. હવે જોવું એ રહ્યું કે ઇરાનથી કોને આવડી મોટી માત્રામાં કચ્છની અંદર કન્ટેનર મારફતે ડ્રગ્સ મોકલાવી હતી અને કચ્છની અંદર થી કઈ વ્યક્તિએ મંગાવી હતી તેની અંદર કઈ કઈ વ્યક્તિના નામ બહાર આવે છે.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button