Select your Language: हिन्दी
Gujarat

ભુજ નગરપાલિકા કક્ષાના ગરીબોની બેલી સરકાર કાર્યક્રમમાં ૧૫૦ લાભાર્થીઓને સહાય વિતરણ

ભારતના પ્રઘાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસ નિમીતે રાજય સરકાર દ્રારા રાજયમાં અલગ અલગ જગ્યાએ ૪૦૦થી ૫ણ વઘુ સ્થળોએ “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમનું આયોજન કરી વિવિઘ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવેલ. જેમાં ભુજ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી મુકતજીવન સ્વામીબાપા મહીલા કોલેજ, ભુજ ખાતે રાખવામાં આવેલ. આ કાર્યક્રમના અઘયક્ષ ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, તેમજ મામલતદારશ્રી ભુજ (શહેર) શ્રી ી.આર.પ્રજાપતિ અને અંદાજીત ૨૫૦ ની જનમેદની ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉજજવલા ૨.૦ યોજના, ગંગાસ્વરૂપા વિધવા સહાય યોજના, મુખ્યમંત્રી બાળ સહાય યોજના, સ્વચ્છતા મિશનની યોજનાઓના અંદાજીત કુલ-૧૫૦ જેટલા લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવેલ હતી. કાર્યક્રમ દરમ્યાન કોવિડ-૧૯ પ્રોટોકોલનું પાલન કરવામાં આવેલ હતુ .

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button