Select your Language: हिन्दी
Gujarat

મુન્દ્રા ખાતે નગરપાલિકા કક્ષાનો ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ રોટરી ક્લબ ખાતે યોજાયો

દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિને કલેકટર કચેરી, મામલતદાર કચેરી તેમજ મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રોટરી હોલ મુન્દ્રા મધ્યે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુન્દ્રા-બારોઇ નગરપાલિકાના પ્રમુખશ્રી કિશોરસિંહ પરમારે ગરીબોના બેલી એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દિર્ઘઆયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ગરીબ લાભાર્થીઓને ઉજજ્વલા.૨.૦ યોજના અંતર્ગત ૩૧ ગેસના ચૂલા તેમજ કોરોનાકાળમાં કોરોનાથી માતા અથવા પિતા ગુમાવનાર નિરાધાર ૦૧ બાળકને બે હજાર રૂપિયાની માસિક સહાય ડી.બી.ટી. થી ચુકવવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી એમ.પી. કતીરા, મામલતદારશ્રી મુન્દ્રા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમનું સંચાલન શ્રી ધ્રુવરાજસિંહ ચુડાસમાએ કર્યુ હતું. કાર્યક્રમની વ્યવસ્થા એન.આર. ચાવડા, જયેશભાઈ કણજારીયા,એસ.આર.સાલવીએ સંભાળેલ હતી.

આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ચંદ્રિકાબેન પાટીદાર, નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી ડાહ્યાલાલભાઈ આહીર, પ્રણવભાઈ જોષી, પ્રકાશભાઈ પાટીદાર, પ્રકાશભાઈ ઠક્કર, ભૂપેન્દ્રભાઈ મહેતા, મનોજભાઈ કોટક વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button