Select your Language: हिन्दी
Gujarat

મુન્દ્રા તાલુકા કક્ષાના ઝરપરામાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય ચુકવાઈ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૧ માં જન્મદિવસની ઉજવણી નિમિતે મુન્દ્રા તાલુકા ગ્રામ્ય કક્ષાનું આયોજન ઝરપરા ચારણ સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું.આ તકે કાર્યક્રમ ના અધ્યક્ષ મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાણી બેન ચાવડાએ ગરીબોના બેલી એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દિર્ઘઆયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ઉજ્જવલા ૨.૦ યોજના માં ૩૨ લાભાર્થીને ગેસ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. સ્વચ્છ ભારત મિશન-ગ્રામ્ય યોજનામાં ૧૦ લાભાર્થીઓ ને સહાયના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તો PMGKAY અંતર્ગત ૧૦ લાભાર્થીઓને વિના મૂલ્યે રેશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રતન ભાઈ ગઢવી, શ્રી વિશ્રામ ભાઈ ગઢવી, મહેન્દ્ર ભાઈ ગઢવી, શ્રી સામરા ભાઈ સેડા, શ્રી કુલદીસિંહ જાડેજા, શ્રી વિરમ ભાઈ ગઢવી , શ્રી વિનોદસિંહ જાડેજા, અશારિયા ભાઈ ગીલવા, શ્રી ભરતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button