Select your Language: हिन्दी
Gujarat

રાપર શહેરી વિસ્તારનો કાર્યક્રમ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઈ મહેતાની અધ્યક્ષતા હેઠળ યોજાયો

“ગરીબોની બેલી સરકાર ”
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસ નિમિતે ગરીબોની બેલી સરકાર કાર્યક્રમનું રાપર શહેરી વિસ્તારનો કાર્યક્રમ નગરપાલિકા ટાઉનહોલ રાપર ખાતે યોજાયો હતો. પ્રાસંગિક ઉદબોધન માં પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કાર્યક્રમ ને અનુલક્ષીને માહિતી અપાઈ હતી .
પ્રાંત અધિકારી-રાપર શ્રી જયકુમાર રાવલ દ્વારા સર્વ મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. કોરોના રસિકરણની ઉત્તમ કામગીરી માટે રાપર તાલુકાના હમીરપરમોટી, કાનપર,કલ્યાણપર, આનંદપર,જાટાવાડા અને પદમપર ના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. આ તકે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ૨.0 અંતર્ગત ૨૭૦ લાભાર્થી અને ૧૦ રાશન કીટ તેમજ સમાજ સૂરક્ષાના ૫ હુકમોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમની આભારવિધિ ચીફ ઓફિસરશ્રી મૌલિકસિંહ વૈશ દ્વારા કરવામાં આવી. કાર્યક્રમ સંચાલન મહેશ સોલંકી , એસ.એમ.મકવાણા નાયબ મામલતદારશ્રી તેમજ મામલતદાર કચેરી તથા નગરપાલિકા કચેરી દ્વારા કાર્યક્રમની તૈયારીઓ કરી હતી
કાર્યક્રમમાં શ્રી ઉમેશભાઈ સોની,નગરપાલિકા પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા , શ્રી નશાભાઈ દૈયાં, રાપર નગરપાલિકા શાસકપક્ષના નેતા શ્રીમતી હેતલબેન માલી , રાપર નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રીમતી કાનીબેન વીરાના, રાપર નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન શ્રી કેશુભા વાઘેલા, વગેરે મહાનુભાવો તથા લાભાર્થી અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button