Select your Language: हिन्दी
Gujarat

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે માંડવી ખાતે નગરપાલિકા કક્ષાનો ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ ગોકુલ રંગભવન ખાતે યોજાયો

દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧ માં જન્મદિન નિમિત્તે કલેકટર કચેરી, મામલતદાર કચેરી તેમજ માંડવી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગોકુલ રંગભવન મધ્યે સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નગર અધ્યક્ષા હેતલબેન સોનેજીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દિર્ઘઆયુષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમમાં ગરીબ લાભાર્થીઓને ઉજજ્વલા યોજના.૨.૦ અંતર્ગત ગેસના ચૂલા તેમજ કોરોનાકાળમાં કોરોનાથી માતા અથવા પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને બે હજાર રૂપિયાની માસિક સહાય ડી.બી.ટી. થી ચુકવવામાં આવી હતી. ગરીબ લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામકશ્રી, ભુજ શ્રી મનિષ પરસાણીયા, દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ મોતા, આભાર વિધી નાયબ મામલતદાર વિજયભાઈ ગઢવી એ કરેલ હતી. કાર્યક્રમની વ્યવસ્થા મુખ્ય અધિકારીશ્રી સાગર રાડીયાના નેજા હેઠળ હેડ ક્લાર્ક કાનજી શિરોખા, ભુપેન્દ્ર સલાટ અને કાનજી સીજ એ સંભાળેલ હતી.

આ પ્રસંગે કારોબારી ચેરપર્સન જીજ્ઞાબેન હોદ્દારવાલા, પારસ સંઘવી, પદમાબેન ફુફલ, જયશ્રીબેન વાસાણી, ગીતાબેન સોની, ગીતાબેન ગોર, નિમેષ દવે, કાદર ઉઠાર, વિજય ચૌહાણ, દિપાબા જાડેજા, નાયબ મામલતદાર વિજયસિંહ જાડેજા, હેડ ક્લાર્ક કાનજી શિરોખા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત માંડવી તાલુકા કક્ષાનો કાર્યક્રામ માંડવી તાલુકાના મસ્કા ખાતે યોજાયો હતો જેમા ગ્રામિણ કક્ષાએ વિવિધ યોજનાઓના લાભર્થીઓને યોજનાઓના લાભ એનાયત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button