Select your Language: हिन्दी
Gujarat

સપ્ટેમ્બર માસમાં પોષણ માહ ની ઉજવણીમાં કચ્છ જિલ્લા ની ૨૧૧૬ આંગણવાડી અંતર્ગત લગભગ ૩૩૧૩૯ કિશોરીઓએ ભાગ લીધો

સપ્ટેમ્બર માસમાં પોષણ માહ ની ઉજવણીમાં કચ્છ જિલ્લા ની ૨૧૧૬ આંગણવાડી અંતર્ગત લગભગ ૩૩૧૩૯ કિશોરીઓએ ભાગ લીધો છે. .આ ઉજવણી અંતર્ગત દરરોજ અલગ અલગ થીમ પર પોષણ ને લગતી ઉજવણી કરવામાં આવેલ વિવિધ વિષય અંતર્ગત ઉજવણી કરેલ જેમાં વિવિધ અનાજ,કઠોળ અને શાકભાજી નો ઉપયોગ કરી રંગોળીની સ્પર્ધા કરાવવામાં આવી, કિશોરીને મળતા THR ના પેકેટ માંથી કિશોરીઓ દ્વારા અલગ અલગ વાનગી બનાવવામાં આવી અને તેમાંથી મળતા પોષણ બાબત અને અલગ-અલગ કઈ વાનગી બનાવી શકાય તે બાબત સમજ આપવામાં આવી, કિશોરીઓનું વજન, ઉચાઇ અને BMI આંગણવાડી વર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યું, કિશોરીઓને અલગ અલગ યોગા દિન ઉજવણી અંતર્ગત આસનો કરાવવામાં આવ્યા અને આસન થી થતા ફાયદા બાબત સમજ આપવામાં આવી, હાથકઈ રીતે ધોવા તેની સમજ આપવામાં આવી સાથે હાથ ધોવાથી શું ફાયદા થાય તે બાબત ચર્ચા કરવામાં આવી, સરકાર શ્રી તરફથી મળેલ સબલા કીટ નો ઉપયોગ કરી તેમાંથી પોષણ ને લગતી પ્રવૃત્તિ કિશોરીઓને કેન્દ્ર લેવલે કરાવવામાં આવી, આ ઉપરાંત પોષણ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૧૭૦૪ લોકોએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનને અનુસરીને ભાગ લીધો તથા ઝોનમાંથી ફાળવેલ સુત્રો મુજબ બેનર, રંગીન કાગળ પર છાપી, મીની બેનર દ્વારા કિશોરીઓ દ્વારા સુત્રોનાં નારા બોલવામાં આવેલ ઉપરાંત કિશોરીઓને સંસ્થા દ્વારા તેમજ ગૃહઉદ્યોગ ચલાવતા બહેનો દ્વારા કિશોરીઓને સીવણ, ભરતકામ, બ્યુટી પાર્લર વગેરે જેવી વોકેશનલ તાલીમ આપવામાં આવી જે કિશોરીને આર્થિક ઉપાર્જન માટે મદદરૂપ બની શકે. પોષણ માહ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં લાભ લેતા બાળકોનો વજન અને ઉંચાઈ કરીને આરોગ્ય સેવાની જરૂરિયાત વાળા બાળકોને સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા તથા મધ્યમ કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને અલગ તારવી તેઓને પાલક વાલી તથા અન્ય દાતાઓનાં સહયોગથી ન્યુટ્રી કીટનાં વિતરણનું આયોજન કરેલ, જેથી કુપોષિત બાળકોને પુરતું પોષણ મળી રહે અને બાળક તંદુરસ્ત થાય, કેમકે આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. ઉજવણી નો ખાસ ઉદેશ્ય પોષણ બાબત જાગૃતિ લાવવા વિવિધ માધ્યમો દ્વારા સગર્ભા, ધાત્રી, કિશોરીઓ અને બાળકો વગેરે લાભાર્થી સુધી અલગ અલગ માધ્યમ દ્વારા પોષણ ની જાગૃતિને લગતા સંદેશો પહોચાડવામાં આવે છે એમ પ્રોગ્રામ ઓફિસર શ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા જણાવાયુ છે.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button