Select your Language: हिन्दी
Gujarat

અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નખત્રાણા તાલુકાનો ગરીબોની બેલી સરકાર ક્રાર્યક્રમ યોજાયો

આજરોજ નખત્રાણા તાલુકાના નેત્રા ગામે અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ગરીબોની બેલી સરકાર ક્રાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગરીબોના બેલી એવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દિર્ઘઆયુષ્ય માટે શુભકામનાઓ પાઠવતુ પ્રાસંગિક પ્રવચન આપ્યુ હતુ.

આ પ્રસંગે PMGKAY ના ૧૦૦ લાભાર્થી, સ્વચ્છ ભારત મિશન-ગ્રામ્ય ના ૫ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૦૦% રસીકરણ થયેલ હોય તેવા ૧૯ ગ્રામપંચાયતના સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં ડો. મેહુલકુમાર બરાસરા દ્વારા શાબ્દિક પ્રવચન આપવામાં આવ્યું હતુ.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જયસુખભાઇ પટેલ, જીલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી , જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ, નયનાબેન, મામ.શ્રી વી.કે.સોલકી તથા અન્ય મંહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button