Select your Language: हिन्दी
Gujarat

ભચાઉ નગરપાલિકા કક્ષાના ગરીબોની બેલી સરકાર કાર્યક્રમમાં વિવિધ સહાય અપાઈ

ભચાઉમા પટેલ બોર્ડિંગ ખાતે નગરપાલિકા કક્ષાનો ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ભચાઉ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ તકે ઉજ્વલા યોજનાના.૨.૦ના ૩૦૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી ૩૦ લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મુખ્યમંત્રી બાલ સખા યોજનાના બે લાભાર્થીઓને પણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે અગ્રણી શ્રી કુલદીપસિંહ, અરજણભાઈ રબારી, ઉમિયાશંકર જોશી, અશોકસિંહ ઝાલા તેમજ નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પ્રજાપતિ સમાજવાડી, સામખિયારી ખાતે યોજાયેલા ભચાઉ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પણ વિવિધ યોજનાઓ હેઠળ સહાય આપવામાં આવી હતી.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button