Select your Language: हिन्दी
Gujarat

માંડવી દરિયાકાંઠે સ્વચ્છ સમુદ્ર અભિયાનની ઉજવણી કરાઈ

આજરોજ ગાઈડ સંસ્થા – ભુજ દ્વારા કચ્છના અખાતમાં માંડવી બીચ ખાતે સ્વચ્છ સમુદ્ર અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
“આંતરરાષ્ટ્રીય તટવર્તી સ્વચ્છતા દિવસ” અને “સ્વચ્છ ભારત અભિયાન” ના ભાગ રૂપે દરિયાકાંઠાના સ્વચ્છ સમુદ્ર અભિયાનની ઉજવણી આજે કચ્છના અખાતમાં માંડવી બીચ ખાતે કરવામાં આવી હતી. આ તકે ગાઈડના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ સમુદ્ર કિનારાઓને સ્વચ્છ અને રળિયામણા બનાવવાની સાથે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને સમુદ્રી સ્વચ્છતા, જળ સૃષ્ટિ તેમજ દરિયાકિનારા સંલગ્ન જાગૃતિ ફેલાવવાનો અને આપણા પર્યાવરણને વધુ સારૂ બનવાનો છે.
આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી, ભુજ એ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (એનસીસીઆર), ચેન્નાઇ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (એમઓઇએસ), ભારત સરકાર અને ડો.પ્રવાકર મિશ્રા, વૈજ્ઞાનિક એફ આ કાર્યક્રમના રાષ્ટ્રીય સંયોજક નેશનલ કો-ઓર્ડિનેટર છે તેમના સંકલનથી કરાયું હતું. જેનું આયોજન ગુજરાત ઈન્સ્ટીટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના નિયામક ડૉ. વિ. વિજયકુમારના નિર્દેશક માર્ગદર્શન હેઠળ આ અભિયાનનું સંચાલન ગાઈડના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા અને તેના વૈજ્ઞાનિકો અને સંશોધકોના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાની સરકારી વિજ્ઞાન કોલેજના કુલ ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તથા ભારતીય તટરક્ષક દળના જવાનો, અદાણી ફાઉન્ડેશન અને સ્વયંસેવકોએ તથા ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકો અને સંશોધકોની સંયુક્ત ઉપક્રમથી ભવ્ય સફળતા સાથે ઉજવ્યો હતો.
દરિયાકાંઠાના પર્યાવરણને સ્વચ્છ બનાવવા તેમજ પ્લાસ્ટિકથી મુક્ત રાખવા માટે જન જાગૃતિ લાવવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ કેટેગરીના કુલ ૧.૫ ટન દરિયાઈ કચરાનો નિકાલ કરીને આ કાર્યક્રમ ને મોટી સફળતા અપાવી હતી.
આ કાર્યક્રમનું ઉદઘાટન મુખ્ય અતિથિ કચ્છ પશ્વિમ વન-વિભાગના નાયબ વનસંરક્ષક શ્રી ડો.તુષાર બી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ પશ્વિમ વન-વિભાગ માંડવી રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી મેહુલ. આઈ. પ્રજાપતિ તથા માંડવી નગર પાલિકાના ક્રર્મચારીઓ, ગુજરાત ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકો અને સંશોધકો ડૉ. કે. કાર્તિકેયન, મુકેશ કોલડીયા, ડૉ. એલ. પ્રભા દેવી, ડૉ. પ્રભું, ડૉ. નિકુંજ ગજેરા, ડૉ. જયેશ ભટ્ટ, ડૉ. શિવરાજ, તથા ઓફિસ ના ક્રર્મચારીઓ મનિષભાઈ વ્યાસ અને ગીતાબેન ગોસ્વામી તથા માહિતી નિયામકશ્રીની કચેરી માંથી બળવંતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: સુરજ લોહાર

Related Articles

Back to top button