Select your Language: हिन्दी
Gujarat

કચ્છ ખાતે પ્રથમવાર પ્રાકૃતિક ખેતી આધારિત સ્ટ્રોબેરી તૈયાર થશે

આજે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્ટ્રોબેરીના છોડ રોપી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પદ્ધતિ આધારિત સ્ટ્રોબેરી ખેતીનો ભુજના રેલડી ગામે પ્રારંભ કરાવ્યો હતો. ભુજ તાલુકાના રેલડી ગામે આશાપુરા ઓર્ગેનીક ફાર્મ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પાંચ એકર જમીનમાં ૧.૫ લાખ સ્ટ્રોબેરીના છોડ રોપવાના આ પ્રોજેક્ટનો પ્રાકૃતિક ખેતીના પ્રદેશ સંયોજકશ્રી પ્રફુલ્લભાઈ સેંજલીયા સાથે જીવામૃતથી છોડનું સિંચન કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ આ મુલાકાતમાં પ્રાકૃતિક ખેતી આધારિત રીંગણ-ટામેટાંની કલમી પાકનું જાત નિરીક્ષણ કર્યું હતું અને પ્રાકૃતિક ચેરી ટામેટાંથી પણ તેઓ પરિચિત થયા હતા. ૫૦ કિલો કેળાની એક લુમ બાબતે પણ તેમણે વિગતે માહિતી મેળવી હતી. તેમજ આ બાબતે અન્ય રાજ્ય અને સ્થળોની ખેતી વિશે પણ તેમણે ખેડૂતોને માહિતી તેમજ ફાર્મ માલિક્શ્રી હરેશભાઈ ઠક્કરને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલશ્રીએ અહિં પાન- વૃક્ષો અને ફ્ળોથી બનતા પ્રાકૃતિક જીવામૃત પ્લાન્ટની મુલાકાત લઈ એ વિશે જાણવામાં રસ દર્શાવ્યો હતો.

રાજ્યપાલશ્રીની આ મુલાકાતમાં પ્રાકૃતિક ખેતીના અગ્રણી ખેડુતો તેમજ પ્રાકૃતિક ખેતીના ને મનસુખભાઈ જાડા તેમજ અગ્રણી ડો. મુકેશભાઈ ચંદે, મનીષભાઈ સોલંકી , ગૌતમ શર્મા તેમજ હરેશભાઈ ઠક્કર ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, મામલતદારશ્રી વિવેક બારહટ, નાયબ મામલતદારશ્રી રામસિંહ રાજપૂત અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા .

રિપોર્ટ: સુરજ લોહાર

 

Related Articles

Back to top button