Select your Language: हिन्दी
Gujarat

સેલારી ગામમાં સરપંચ પદના ઉમેદવાર મહેશભાઈ ચૌધરી દ્વારા ગ્રામસભા યોજવામાં આવી

કચ્છમાં રાપર તાલુકાના સેલારી ગામમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે એક નવું નામ સામે આવ્યું છે. તેમનું નામ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરી છે. તેઓ મૂળ તો સેલારી ગામના વતની છે પરંતુ હાલે વેપાર અર્થે મુંબઈ કામકાજ કરી રહ્યા છે પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર તેમના ગામની અંદર કોઈપણ જાતનો વિકાસ થયો નથી અને ગામની અંદર ગારો તેમજ ખૂબ જ કીચડ જોઈ અને ગામના દરેક લોકો નર્મદા કેનાલનું આવું દૂષિત પાણી પી રહ્યા છે જેના કારણે ખુબજ મોટી સંખ્યામાં લોકો બીમાર પણ થઈ રહ્યા છે ત્યારે એમને દિલ પર લાગી આવ્યું કે મારે મારા ગામ માટે હવે કંઈક કરવું છે. આજે છેલ્લા દસ વર્ષથી મારા જ ગામના અને મારી સમાજના વ્યક્તિ ભચુભાઈ ગોવિંદભાઈ રાવરીયા તેમજ ફુલીબેન ભચુભાઈ રાવરીયા આ બંને પતિ-પત્ની મળીને ગામનો કોઈ પણ જાતનો વિકાસ કર્યો નથી અને ભ્રષ્ટાચાર કરીને એમનો ત્રણ માળનો બંગલો બનાવ્યો છે. આ બધું જોઇને તેમણે મુંબઈ તેમનો વ્યવસાય છોડીને ગામની સેવા કરવાનું પસંદ કરી અને સરપંચની ચૂંટણીમાં તેઓ સેલારી ગામ ને વિકાસની દિશા તરફ દોરવા અને પોતાના ગામને ગોકુળીયુ ગામ બનાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે સાંજે સેલારી ગામમાં સાંજે આઠ વાગે ગ્રામ સભા યોજીને મહેશભાઈ ધનજીભાઈ ચૌધરી એ લોકોને વચન આપ્યું હતું કે ગામની અંદર જે કીચડ છે તે દૂર કરી આપશે અને લોકોને પીવા માટે શુદ્ધ પાણી ફિલ્ટર પ્લાન્ટ લગાવીને લોકોના ઘર સુધી પહોંચાડશે તેમજ લોકોની કોઈપણ સમસ્યા હોય તે લોકોની સાથે ઊભા રહીને તેનું નિરાકરણ કરશે તેવી ખાતરી આપી હતી. તેમજ રાપર તાલુકા ભાજપ મંત્રી વાલજીભાઈ નારણભાઈ ઓડ અને ભાજપ રાપર તાલુકાના કારોબારી ચેરમેન દિનેશભાઈ કેશાભાઈ વાવીયા એ ગામના લોકોને વચન આપીને કહ્યું હતું કે આ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરી કામ કરશે એની પૂરેપૂરી જવાબદારી અમારી છે.

Related Articles

Back to top button