Select your Language: हिन्दी
Gujarat

કચ્‍છમાં ૨૪/૧૨ સુધી હથિયારબંધી

જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પ્રવિણા.ડી.કે.એ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો ૨-જો અધિનિયમ) ની કલમ-૧૪૪ મળે તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવેલ છે કે, સમગ્ર કચ્‍છ જીલ્‍લામાં આગામી ગ્રામ પંચાયત ચુંટણી-૨૦૨૧ સંદર્ભે કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનીચ્‍છનીય બનાવ બનવા ન પામે તેમજ મતદારો પોતાના મતનો ઉપયોગ મુકત અને નિર્ભય રીતે કરી શકે તે માટે સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઉભા ન થાય તે માટે તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી કોઇપણ ઈસમે પોતાના પરવાનાવાળા હથિયાર સાથે રાખવા નહીં તેમજ તે લઇને બહાર નિકળવું કે ફરવું નહીં. ઉપરાંત શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્‍પુ, લાઠી, લાકડી અથવા શારિરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઇ શકે તેવી બીજી કોઇપણ ચીજો કે વસ્‍તુઓ લઇ ઘર બહાર નિકળવું નહીં. આ હુકમ ફરજ પરના કર્મચારીઓને લાગુ પડશે નહીં.

રીપોર્ટ : સુરજ લોહાર

Related Articles

Back to top button