Gujarat

ભચાઉ શહેર તેમજ ભચાઉ તાલુકાના ૧૧ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

હાલ જયારે સમગ્ર ગુજરાતમાં કોરોના ફરી એક વખત માથું ઉચકી રહયો છે ત્યારે કચ્છ અને વાગડ વિસ્તાર પણ તેમાંથી બાકાત ન રહેતા તંત્ર એ સાવધાની ના ભાગરૂપે ગઈ કાલે તા. 20/01ના રોજ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ઓસવાલવાસ, રામમંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૧ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ક્રિષ્નાનગરમાં શેરી નં.૨ માં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે ઓસવાલ વાસ, હનુમાન મંદિર પાસે ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ નગરપાલીકાના પીજીવીસીએલ ઓફીસ પાછળના વિસ્તારમાં ઘર નં.૧ થી ૩ સુધી, ભચાઉ નગરપાલીકાના પાશ્વ સીટી વિસ્તારમાં ઘર નં.સી –૧૬ નો વિસ્તાર સુધી, ભચાઉ ગામે જેકવાર કોલોની, નવાગામ વિસ્તારમાં ઘર નં.૧ થી ૪ સુધી, તા. ૨૪/૧/૨૨ સુધી, ભચાઉ નગરપાલીકાના પટેલ બોડીંગમાં રૂમ નં.૧૩ થી ૧૪ સુધી, ભચાઉ તાલુકાના વાંઢીયા ગામે દુબરીયા વાસમાં ઘર નં.૧ થી ૪ સુધી, ભચાઉ તાલુકાના સામખીયારી ગામે કામધેનુ કંપની કોલોનીમાં પર નં.૧૭ થી ઘર નં.૨૦ સુધી, ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈ ગામે દરબારગઢમાં ઘર નં.૧ થી ઘર નં. ૫ સુધી, તા. ૨૫/૧/૨૨ સુધી માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભચાઉ-કચ્છ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી પી.એ.જાડેજા દ્વારા ફરમાવેલ છે.

IHRC 24×7 ન્યૂઝ,
રિપોર્ટ : સુરજ લોહાર
21/01/2022

Related Articles

Back to top button