Gujarat

બિન રાજકિય રાપર સરપંચ સંગઠનની રચના કરવામાં આવી

તા.૨૬ આજ રોજ રાપર તાલુકા મથકે રાજકારણથી દૂર રહીને તાલુકાના સરપંચોને પડતી મુશ્કેલીઓ તેમજ સંગઠન ભાવનાને મજબૂત કરવા, ગામડાઓ તેમજ અંતરિયાળ વિસ્તારની વાંઢના લોકો સુધી સમરસ વિકાસ થાય અને સરકારની દરેક યોજનાઓનો લાભ છેવાડા સુધી પહોંચે તેવા હેતુસર રા૫૨ તાલુકા સરપંચ સંગઠનની રચના કરવામાં આવી છે. શરૂઆતમાં મહામંત્રી અકબરભાઇ રાઉમા દ્વારા ૫ વર્ષમાં રાપર સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો અને સંગઠન ને મળેલ સિદ્ધિઓ અને મળેલા પરિણામોનું પ્રજેંટેશન આપ્યું હતું.

રાપર તાલુકાનાં ૯૭ ગામ, ૨૨૭ વાંઢો તેમજ ૮૨ ગ્રામ પંચાયત વિસ્તારના ધરાવતો તાલુકો સરપંચો, ઉપસરપંચો, સભ્યો, માજી સરપંચોની બેઠકની મળી હતી. ૬૨ સરપંચોની ઉપસ્થિતિ વચ્ચે રાપર તાલુકા સરપંચ સંગઠનની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રાધાબેન સુરાભાઇ સોલંકી ભીમાસર, મહામંત્રી તરીકે હાઇવેપટ્ટીના યુવા આગેવાન અને માણાબા
ગ્રામ પંચાયતના સરપંચ અકબરભાઇ હાજી અલ્લારખાભાઇ રાઉમાની
બિનહરીફ સર્વાનુમતે વરણી થઇ હતી.

કારોબારીમાં નીચે મુજબના સરપંચોની વરણી કરવામાં આવી હતી. જીવતીબેન આહીર લખાગઢ, નવલબેન દાદલ મોમાયમોરા, મધુબેન પટેલ જાટાવાડા,
ગેલાભાઈ રબારી કલ્યાણપર,
કરમશીભાઇ ભરવાડ થોરિયારી,
લાડૂબેન કોળી પદમપર,
મહેશભાઈ ચૌધરી સેલારી,
પ્રતાપભા ગઢવી સોનલવા,
સુનિલભાઇ કોલી પેથાપર,
હકીબેન કોલી શાણપર,
હીરાબેન મણવર રામવાવ,
નટુભા સોઢા વેરસરા,
માણદીબેન ગોહિલ રવ મોટી,
કિશનભાઇ ખોડ પલાસવા,
શક્તિસિંહ વાઘેલા લોદ્રાણી,
હરેશભાઇ ઠાકોર શિરાનીવાંઢ, હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. તમામ સરપંચો એ શુભેરછા પાઠવી હતી. આગામી સમયમાં સંગઠનની સાથે સલાહકાર સમિતિ રચના પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ભીખુભાઈ સોલંકી, હમીરસિંહ સોઢા, ભરત મઢવી, ધારાભાઇ ભરવાડ, રાજુભા જાડેજા, મનીષ આચાર્ય સેતુ અભિયાન ડાયરેકટર સમગ્ર આયોજન વિ. હાજર રહ્યા હતા. આયોજન અને વ્યવસ્થા સેતુ અભિયાન રાપરથી તરુણ ભાઇ પરમાર, લાલજી પરમાર, નીરવ સોલંકી, મહેશ મારાજ સંભાળી હતી.

Related Articles

Back to top button