Gujarat

SEZ માથી ચોરી થયેલ ૯૬૦ કિ.ગ્રા સોપારી ચોરીના 3 આરોપીઓને પકડી પાડી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો.

હે.પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા શ્રી પોલીસ અધિક્ષક સાહેબ પૂર્વ-કચ્છ,ગાંધીધામ નાઓ દ્વારા શરીર સંબંધી/મિલ્કત સંબંધી ગુનાઓ બનતા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા તથા આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર તથા શ્રી પોલીસ ઇન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ
ગુ.૨.નં- મુજબનો ગુનો ૧૧૯૯૩00૭૨૨૦૪૯૫/૨૦૨૨
ઇ.પી.કો.કલમ-૪૫૭,૩૮૦ તા.૦૯/૦૬/૨૦૨૨ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામેના આરોપી તથા મુદ્દામાલ શોધવા માટે પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમની રચના કરી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે આરોપીની શોધમાં હતા તે દરમ્યાન ખાનગી હકિકત આધારે નીચે મુજબના આરોપીઓને ઉપરોક્ત ગુના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી
પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ
(૧) ઉમર કાસમ ચાવડા ઉ.વ.૨૦ રહે-કિડાણા તા-ગાંધીધામ
(૨) ઉમર હુશેન ચાવડા ઉ.વ.30 રહે-કિડાણા તા-ગાંધીધામ
(3) મુસ્તાક ભીખાભાઇ મી૨ ઉ.વ.૨૨ ૨હે-નવી સુંદરપુરી ગાંધીધામ

* કબ્જે કરેલ મુદ્દામાલ
સોપારી વજન-૯૬૦ કિ.ગ્રા
કિ.રૂ.૧,૯૪,૪૦૦/-
ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર શ્રી પી.એન.ઝીંઝુવાડીયા સા.ના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.આર.કે.દેસાઈ તથા સર્વેલન્સ સ્ટાફ્ના પોલીસ હેડ કોન્સ્ટેબલ તનેરાસિંહ ચૌહાણ તથા ભરતકુમાર ભાટી, લાખાભાઈ ઘાંઘર, પ્રવિણસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ ચૌહાણ તથા પ્રદિપસિંહ ઝાલા,
રવિભાઇ પરમાર, હિરેનભાઇ મહેશ્વરી નાઓ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.
તા.૧૩/૦૬/૨૦૨૨
રિપોર્ટ : સુરજભાઈ લુહાર

Related Articles

Back to top button